મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) માં આજે મંત્રીમંડળનો વિસ્તાર થવા જઈ રહ્યો છે. મહાવિકાસ આઘાડી (Maha Vikas Aghadi) ની સરકારના પહેલા કેબિનેટ વિસ્તારમાં ત્રણેય પક્ષોમાંથી કુલ 36 મંત્રી બનાવવામાં આવી શકે છે. જેમાં કોંગ્રેસ (Congress) ના કોટામાંથી 10 અને એનસીપી (NCP) ના કોટામાંથી 13 તથા શિવસેનાના કોટામાંથી 13 મંત્રી બનાવવામાં આવી શકે છે. આજે થનારા શપથવિધિમાં 26 કેબિનેટ મંત્રી, અને 10 રાજ્યમંત્રી શપથ લેશે. આજની આ શપથવિધિમાં પરિવારવાદની ઝલક સ્પષ્ટ જોવા મળી રહી છે. એનસીપી પ્રમુખ શરદ પવારના ભત્રીજા અજિત પવાર ડેપ્યુટી સીએમ પદના શપથ લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) ના પુત્ર આદિત્ય ઠાકરે પણ આજે મંત્રીપદના શપથ લેશે. પૂર્વ સીએમ વિલાસરાવ દેશમુખના પુત્ર અમિત વિલાસરાવ દેશમુખ પણ મંત્રીપદના શપથ લેશે. આજે શપથ લેનારા મંત્રીઓમાં 3 અપક્ષ ધારાસભ્યો પણ છે. જેમણે શિવસેનાને પહેલેથી સમર્થન કર્યું હતું. આ વખતે તેમને શિવસેનાના કોટામાંથી મંત્રી બનાવવામાં આવ્યાં છે. 


શિવસેનાના આ નેતાઓને મળી શકે છે પદ...


1. ગુલાબરાવ પાટીલ
2. સંજય રાઠોડ
3. દાદા ભૂસે
4. અનિલ પરબ
5. શંભુરાજે દેસાઈ
6. ઉદય સામંત
7. બચ્ચુ કડૂ (પ્રહાર પાર્ટી)
8. અબ્દુલ સત્તાર
9. સંદિપાન ભૂમરે
10. રાજેન્દ્ર પાટીલ-યેડ્રાવકર (અપક્ષ)
11. શંકરરાવ ગડાખ (અપક્ષ ધારાસભ્ય)


શિવસેનાએ આ વખતે આ દિગ્ગજ મંત્રી રહી ચૂકેલા લોકોને તક ન આપી


1. દિવાકર રાવતે
2. રામદાસ કદમ
3. તાનાજી સાવંત
4. રવિન્દ્ર વાયકર
5. દિપક કેસરકર


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....